Gujrati Rhymes

આવ રે વરસાદ !!

આવ રે વરસાદ !ઘેબરિયો પરસાદઊની ઊની રોટલી,ને કારેલાનું શાક,આવ રે વરસાદ !નેવલે પાણી..નઠારી છોકરી ને દેડકે તાણી.You also Like...

આવા મારા સૂરજ દાદા !!

ઉનાળામાં આવે વ્હેલા,સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા.. શિયાળામાં લાગે ઠંડી ,ઝટ પટ આવે,ઝટ-પટ જાય, આવા મારા સૂરજ દાદા.. ચોમસે એ ભીંજાય જાય,દશૅન દઈ ને નવરંગ આપે.આવા મારા સૂરજ દાદા..You also Like...

આવ રે બહેન

આવ રે બહેન!...નહિ આવું. તારી કોડઠીએ જાર,...નહિ આવું. તારી ભેંસ વિયાણી,...નહિ આવું. તારી પાડી રણકે,...નહિ આવું. તારી માડી છણકે,...નહિ આવું. તારો ભઇલો રડે,આ.....આવી! You also Like...

અહલી દે જોઅહલી દે જો

અહલી દે જોઅહલી દે જો, પહલી દેજોમોટા ઘરનું માણું દેજોમાણામાંથી પાલી દેજોપાલીમાંથી પવાલું દેજો.પવાલી માંથી ખોબો દેજો ખોબામાંથી ધોબો દેજોધોબામાંથી મુઠ્ઠી દેજોમુઠ્ઠી માંથી ચપટી દેજોદેશે એને પાઘડીયો પુત્તરનહીં દે એને બાકુડો જમાઈ.  You also Like...

અડકો દડકો દહીં દડૂકો

અડકો દડકો દહીં દડૂકો, પીલુ પાકે શ્રાવણ ગાજે, ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર, બાઈ તમારા છૈયા છોકરા, જાગે છે કે ઊંઘે છે, અસ મસ ને ઢસ!!!!You also Like...

Join Our Newsletter